નવી દિલ્હી: જો પોસ્ટ ઓફિસમાં તમારું સેવિંગ્સ, પીએફ કે સુકન્યા ખાતું હોય તો તમારા માટે આ અંગેના નિયમો જાણવા ખુબ જરૂરી છે. નવા નિયમો મુજબ તમારે તમારા ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા રાખવા જરૂરી બનશે. જો તમે તેમ નહીં કરો તો નાણાકીય વર્ષના છેલ્લા વર્કિંગ ડે એટલે કે 31 માર્ચ 2020 બાદથી 100 રૂપિયા દંડ ભરવો પડી શકે છે. એ પણ ધ્યાન રાખો કે તમે તમારા ખાતાનું બેલેન્સ ઝીરો રાખી શકશો નહીં. જો આમ થયું તો તમારું ખાતું બંધ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે મિનિમમ બેલેન્સની મર્યાદાને 50 રૂપિયા વધારીને 500 રૂપિયા કરી દીધી છે. ન્યૂનતમ બેલેન્સ ઓછું થશે તો પોસ્ટ ઓફિસ 100 રૂપિયા દંડ તરીકે વસૂલશે. જો તમારા એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હશે તો તેને બંધ કરી દેવામાં આવશે. જો કે ડિપાર્ટમેન્ટે દીકરીઓ માટે ખોલવામાં આવતા ખાતા સુકન્યા સમૃદ્ધિ યોજના, પીપીએફ ખાતું, વરિષ્ઠ નાગરિક બચત ખાતું, અને માસિક જમા યોજના (એમઆઈએસ) ખાતા ખોલાવવાના નિયમોમાં કોઈ ફેરફાર કર્યા નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube